મોરબીની પુલ દુર્ઘટના બાદ મોટી રાજનીતીક ઉથલપાથલ, આ મંત્રીનુ કપાયું પત્તું, જાણો વિગતે માહિતી

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

મોરબીની પુલ દુર્ઘટના બાદ મોટી રાજનીતીક ઉથલપાથલ સામે આવી છે. આ બાદ સૌરાષ્ટનુ રાજકારણ ગરમાયુ છે. સમાચાર સામે આવ્યા છે કે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું પત્તું કપાયું છે અને તેમના બદલે કાંતિ અમૃતિયાને મેદાને ઉતારવામા આવ્યા છે. આ વર્ષે કોંગ્રેસ અને ભાજપ સિવાય આપ પણ મેદાને ઉતરી છે. કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારોના લીસ્ટ પણ જાહેર કરાયા છે.

આ વચ્ચે સમાચાર આવ્યા છે કે આજે ભાજપ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થઈ શકે છે. આ માટે આજે અડધી રાતે કેટલા સીટઓ ઉમેદવારોને દિલ્હીથી ફોન પણ કરવામા અવ્યો હોવાનુ સામે આવ્યુ છે. મળતી માહિતી મુજબ ભાજપે સાત ધારાસભ્યોને રિપિટ પણ કર્યા છે જયારે ઘણી સીટો પર નવા ચહેરા પણ સામે આવે તેવી શ્કયતા છે.

*ભાજપે આ ધારાસભ્યોને કર્યા રિપિટ:
ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
જલાલપોર – આર.સી.પટેલ
માંગરોળ – ગણતપત વસાવા
જેતપુર – જયેશ રાદડીયા
લિંબાયત – સંગીતા પાટીલ
વરાછા – કુમાર કાનાણી
વલસાડ – ભરત પટેલ
રાપર – વિરેન્દ્ર સિંહ જાડેજા


આ સાથે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા સટ્ટાનો ખેલ પણ ચાલુ થઈ ગયો છે. કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝા ખાસ નજરમા છે. ચૂંટણી દરમિયાન સટ્ટોડિયાઓ 100 કરોડથી વધારેનો સટ્ટો રમે તેવી શકયા છે.


Share this Article