જ્યાં જ્યાં પાણી હતું એ કાયદેસર બરફ થઈ ગયો, માઉન્ટ આબુમાં તાપમાન એટલું માઈનસમાં કે કડકડતી ઠંડીએ 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

ભવર મીણા, માઉન્ટ આબુ:  હવામાન વિભાગ દ્વારા સતત ચાર દિવસ સુધી બર્ફીલા પવન સાથે હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરી હતી.

જોકે વાતાવરણમાં પલટો આવતા અને એક દિવસમાં ઉતર ગુજરાત સહિત હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ગગડી જતાં લોકો એ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. માઉન્ટ આબુમાં ગુરુવારે રેકોર્ડ બ્રેક ઠંડી પડી હોવાથી લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી નોંધાયું હોવાનું કહેવાય છે.

જનજીવન પર માઠી અસર

હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં નવા વર્ષના આગમન સાથે ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે કોલ્ડવેવ જેવું વાતાવરણ સર્જાયું હતું જેથી સતત ચાર દિવસ સુધી બર્ફીલા પવન સાથે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું.

બનાસકાંઠામાં પણ બરફ જોવા મળ્યો

ગુરુવારે માઈનસ 7 ડિગ્રી તાપમાન નોંધાતા વાહનો તેમજ પાણી ના પાત્રો માં બરફ જામી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાતિલ ઠંડી યથાવત રહેતા લોકો ના નિત્ય ક્રમ પર માઠી અસર જણાઈ રહી છે.

કાતિલ ઠંડી વચ્ચે માઉન્ટ આબુ સહિત બનાસકાંઠાના ડીસા તેમજ અંબાજી અમીરગઢ સહિતના ગામોમાં બરફ જામી ગયો હતો જ્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો ગરમ પાણી તેમજ તાપનાનો આશરો લેતા દિવસભર જોવા મળ્યા હતા

સતત 4 દિવસ શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું

માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે નવા વર્ષના આગમ સાથે સતત ચાર દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું અને શૂન્ય ડિગ્રી લઘુત્તમ તાપમાન નાધતા સહેલાણીઓ એ ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

માઉન્ટ આબુ માં સતત શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાતા બાદ ગુરુવારે રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાતા બાગ બગીચા સહિત બહાર પડેલા પાણી ના પાત્રો તેમજ વાહનો પર બરફ જામી ગયો હતો જ્યારે સહેલાણીઓ એ પણ કુલુ મનાલી જેવા માહોલ સર્જાતા ઠંડી ની મજા માણી હતી.

પાણી બરફ બન્યું

વર્ષ 2023 ની શરુઆત સાથે ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવા નું શરુ કરી દેતા લોકો ના જનજીવન પર માઠી અસર જણાઈ રહી છે


Share this Article
TAGGED:
Leave a comment