રવિન્દ્રસિંહ જાડેજાના બેનના આ એક નિવેદને આખુ રાજકારણ ગોટાળે ચડાવી દીધુ, હકુભા જાડેજા વિશે ચૂટણી પહેલા જ સ્પષ્ટ કહી દીધુ કે…

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજ્રાતમા વિધાનસભાની ચૂટણી પહેલા રાજકારણ સતત ગરમાઈ રહ્યુ છે. સૌરાષ્ટ્રના રજકારણમા પણ મોટી ઉથલપાથલો સામે આવી રહી છે. આ વચ્ચે જામનગરથી વધુ એક સમાચાર સામે આવ્યા છે કે ધારાસભ્ય હકુભા જાડેજાની ટિકિટ પર જોખમ છે. તેમનુ પત્તુ કપાઈને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ભાજપ મેદાને ઉતારી શકે છે. આ વચ્ચે પ્રદેશ મહિલા કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાનું એક નિવેદન સામે આવ્યું છે જે બાદ રાજકારણ ગરમાયુ છે.

નયનાબા જાડેજાએ કહ્યુ છે કે જો ભાજપ હકુભાને ટીકિટ ન આપે તો ભાજપ આ સીટ ગુમવાશે. બીજી તરફ હાઇકોર્ટે ક્રિમિનલ કેસમાં હકુભાને રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાને કોંગ્રેસના નયનાબા જાડેજાએ વખાણયા છે અને સામે પોતાના ભાઈના પત્ની રિવાબા દાવેદાર છે.

આ સિવાય હકુભાએ કહ્યુ છે કે 2007માં 200થી વધુ લોકો આંદોલનમાં હતા. 48 લોકો પર જે-તે સમયે કેસ થયો હતો. ખેડૂત હિત રક્ષક સમિતની અધ્યક્ષતામાં અમારું આંદોલન હતું. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે કેસ પાછો ખેંચવા માટે અરજી કરી હતી. રાજ્ય સરકારે કરેલી આ અરજીને હાઇકોર્ટે ફગાવી છે. હવે ભાજપ ઉમેવારોનું લિસ્ટ જાહેર કરે ત્યારે આ અંગે તમામ સ્પષ્ટતા થઈ શકે.

 


Share this Article