ગુજરાતમાં કોરોનાના વધતા કેસો જોતા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આજે મળેલી કોર કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામા આવ્યા છે. હવે રાજ્યમા નાઈટ કર્ફ્યૂનો સમય વધારી દેવામા આવ્યો છે જે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે રેસ્ટોરન્ટ પણ 70% ક્ષમતા જ ખુલ્લી રાખી શકાશે. આ સાથે શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરવાના આદેશો આપાયા છે.
કોર કમિટીની બેઠકમા હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ,મહેસૂલ અને રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ચિફ પ્રિન્સિપાલ સેક્રેટરી, મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા અધિક મુખ્ય સચિવ અને ટોચના અધિકારી ઉપસ્થિત હતા.
આ સિવાય મુખ્યમંત્રીના 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરવામા આવ્યા છે. બીજી તરફ પતંગોત્સવ પણ રદ્દ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આ સિવાય સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં તામમ કેસો માટે ફિઝિકલ હિયરિંગ બંધ કરી વર્ચ્યુઅલ સુનાવણી કરવામા આવશે અને કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશ અપાશે નહી.