નીતા અંબાણીએ જામનગરના લાલપુરમાં બાંધણી કેન્દ્રની સરપ્રાઈઝ મુલાકાત કરી, મહિલાઓને પૂછ્યું ‘કેમ છો બધા?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અચાનક જામનગર જિલ્લાના લાલપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા. સોમવારે સાંજે નીતા અંબાણી એકાએક જામનગરના લાલપુર ગામે પહોંચ્યા હતા.

અહીં, નીતા અંબાણીએ બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. નીતા અંબાણીએ કેન્દ્રની બહેનો સાથે ‘કેમ છો બધા?’ કહીને સંવાદની શરૂઆત કરી હતી. અહીં કામ કરતી સખી મંડળની બહેનો સાથે વાતચીત કરી તમામના ખબર અંતર પૂછ્યા હતા.

સાથે વિશ્વ વિખ્યાત બાંધણી કઈ રીતે બને તેની માહિતી પણ મહિલા કારીગરો પાસેથી મેળવી હતી. જણાવી દઈએ કે લાલપુર પંથકમાં રિલાયન્સ રિફાઇનરી આવેલી છે.નીતા અંબાણીએ (બાંધણીકામ કરતી મહિલા કારીગરો સાથે મુલાકાત કરી બાંધણી કઈ રીતે બનાવવામાં આવે છે તે અંગેની માહિતી મેળવી હતી.

તમારા છાતીમાં થતી બળતરાને હળવાશથી ન લો..! તે હાર્ટ એટેક અને કેન્સરનો હોઈ શકે સંકેત, તરત જ ડોક્ટરને બતાવો

જયપુર અને દિલ્હી વચ્ચે બનશે દેશનો પહેલો ઈ-હાઈવે, મુસાફરોને વિમાનમાં મુસાફરી કરવાનો કરાવશે અહેસાસ, જાણો વિગત

Breaking News: મનીષ સિસોદિયા એક વર્ષ પછી જેલમાંથી આવશે બહાર, જાણો કેમ કોર્ટે આપ નેતાને આપ્યા વચગાળાના જામીન?

આત્મનિર્ભર બની પરિવારના ગુજરાનમાં મદદ કરતી આ મહિલાઓ સાથે નીતા અંબાણી વાત કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના કામને બિરદાવ્યું હતું.


Share this Article
TAGGED: