લવ-જેહાદ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લાલચોળ, ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું-મોટા મોટા મૌલાનાઓ, મુલ્લાઓ…

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમાં લવ જેહાદનો મુદ્દો એક ગંભીર સમસ્યા બનીને ઉભો છે. ત્યારે નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે આજે નિવેદન આપતા કહ્યું કે, ‘આજે જેહાદી લોકો હિન્દુ બેન-દીકરીઓની છેડતી કરી રહ્યા છે. હવે આ નીતિ પર સરકાર કડક થાય તો કહે કે તમે અમને ફલાણા કોમને હેરાન કરો છો. પરંતુ એ કોમવાળાને હું એમ કહું છું કે તમે આમ તો જાતજાતના ફતવા બહાર પાડો છો. તો એવો ફતવો કેમ બહાર નથી પાડતા કે કોઇએ હિન્દુની છોકરી સાથે લગ્ન ન કરવા.

નીતિન પટેલે આગળ વાત કરતાં કહ્યું કે એ લોકો આપણી છોકરીઓને લઇ જાય છે ત્યારે મારા બેટા ખાનગીમાં નિકાહ પઢાઇ દે છે. એ વખતે એને ગમે છે. કેમ ફતવો બહાર નથી પાડતા. પાડો મોટા-મોટા મૌલાનાઓ, મોટા-મોટા મુલ્લાઓ. પાડો ફતવો બહાર કે કોઇએ હિન્દુની દીકરી સાથે લગ્ન કરવા નહીં. આ રીતે નિવેદન આપતા હવે નીતિન પટેલનું આ નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે. એક તો ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પહેલા કોઇને કોઇ રાજકીય મુદ્દાના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાગરમ છે અને એવા જ સમયે લવ જેહાદ મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવતા ઘણી મહત્વની વાત કહી શકાય છે.


Share this Article
TAGGED: