ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી

Lok Patrika
By Lok Patrika
Share this Article

જો નવી આગાહીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે કરેલી આગાહીમાં આજના દિવસે દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દીવમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ આખા ગુજરાતમાં ક્યાય ભારે વરસાદ નહીં પડે એવી પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદની એક્ટિવ સિસ્ટમ ન હોવાનું જણાવીને ભારે વરસાદની સંભાવનાઓ નકારી છે.

જો કે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં એકાદ ભાગમાં સામાન્ય વરસાદ પણ થવાની શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગે રાજ્યમાં કેવો વરસાદ રહેશે તેવી સંભાવના બુધવારે વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં મોટાભાગે હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ડૉ. મોહંતીએ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ અઠવાડિયા દરમિયાન રહેવાની આગાહી કરી હતી.

વરસાદને લઈ હવામાન વિભાગ અને અંબાલાલની અલગ-અલગ આગાહી, શું કહેવું ગુજરાતમાં મેઘરાજા ખાબકશે કે કેમ?

એન્જિન ફેલ થશે અને કંઈ કામ નહીં કરે છતાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે જ કરશે

આજે સવારે શહેરના કેટલાક ભાગોમાં ઝરમર-ઝરમર વરસાદ થયો હતો. હાલ રાજ્યમાં વરાપ છે ત્યારે ખેડૂતો માટે સારી ખબર છે, કારણ કે ત્રણ રાઉન્ડમાં થયેલા ભારે વરસાદના કારણે ખેતીના જરુરી કામ અટકી પડ્યા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly