હવામાન વિભાગએ આગામી તારીખ 29 અને 30 આ 2 દિવસ કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે કમોસમી કરા સાથે વરસાદ થયો હતો જેનાથી ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું હતું. હવે ફરી આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે લોકો પશુપાલનના અને ખેતીના વ્યવસાયથી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.ઉનાળો તો શરૂ તથઇ ગયો છે પણ ભાર ઉનાળે ચોમાસાની સ્થતિ સર્જાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.
તાજેતરમાં જ હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી. આ પેહલા પડેલા કમોસમી વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતોને બટાટા, રાયડો, રાજગરો ,જીરું ,એરંડા, તમાકુ સહિતના પાકોમાં કરોડોનું નુકસાન થયું હતું.
પહેલી એપ્રિલથી ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો, એકસાથે જીવન જરૂરી 900 દવાઓના ભાવમાં થશે તોતિંગ ભાવવધારો
આ સ્ટૉકમાં થયો પૈસાનો વરસાદ, 1 લાખના થઈ ગયા 3 કરોડથી વધુ, તમે ક્યાંય ડૂબ્યા હોય તો આમા રોકાણ કરો
સારા સમાચાર: લગાતાર બીજા દિવસે સોના-ચાંદીનો ભાવ ગગડ્યો, જાણો ગુજરાતમાં કેટલા હજારમા આવશે એક તોલું
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલ વરસાદ બાદ કાંકરેજ પંથકના અમુક ગામડાઓમાં ઈયળ નો ઉપદ્રવ વધતા ખેડૂતોનો બચેલો પાક પણ નષ્ટ થઇ રહ્યો છે.અને તેવામાં ફરી હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.કારણ કે ઉનાળામાં જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ટેટી અને તરબૂચનું રોપાથી વાવેતર કર્યું છે.અને ફરી કમોસમી વરસાદ થશે તો ટેટી અને તરબૂચના પાકને મોટું નુકસાન થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.