હાલમાં દેશમાં ચારેકોર એક જ વાતનો વિરોધ ચાલી રહ્યો છે અને એ મુદ્દો એટલે કે અગ્નિપથ. કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ અગ્નિપથના વિરોધના સુર રેલાયા છે અને મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં ભેગા થયા હતા.
આજની જ વાત કરીએ તો વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકઠા થયા. જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જેથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગ્નિપથ યોજનાના વિરોધમાં એસ.પી કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થયા હતા. જેને લઈ જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુ સહિત એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને સમગ્ર સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. આ સાથે જ વિરોધને લઈ એ વાત પણ સામે આવી છે કે પોલીસે પાણીનો મારો ચલાવવા વોટર કેનન પણ મંગાવ્યાં છે.