હાલમાં એક મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે કે ડિંગુચામાં રહેતા પટેલ પરિવારના 4 સભ્યોનું કેનેડાથી અમેરિકાની બોર્ડરમાં પ્રવેશ કરતી વખતે હાડ થીજાવતી ઠંડીમાં થીજી જઈને મૃત્યું થયું હતું. જેમાં જગદીશ બળદેવભાઇ પટેલ તથા તેમના પત્ની વૈશાલી પટેલ અને પુત્રી વિહાગી ત્રણ વર્ષનો ધાર્મિક કેનેડા ગયા હતા. જે બાદ કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરતી વખતે ભારે હિમવર્ષાને પગલે ઠંડીમાં તેમનું મોત નીપજ્યું હતું.
વિગતો સામે આવી રહી છે કે આ પરિવારના મૃતદેહો તારીખ 19-01-2022ના રોજ મળી આવ્યા હતા. આ બનાવને લઇને અમેરિકા અને કેનેડામાં વસતા એનઆરઆઈએ આ પરિવારને આર્થિક મદદ કરવાના ફંડ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. એમાં પણ જોવા જેવી વાત એ છે કે ગણતરીના કલાકોમાં જ આ પરિવાર માટે રૂપિયા 66,243 ડોલર એકત્ર થયા હતા. વિદેશમાં વસતા 507 લોકો આ પરિવારની મદદે આવ્યા હતા અને હજુ પણ મદદનો પ્રવાહ અવિરત ચાલુ છે.
જ્યારે NRI લોકો માટે આ કરૂણ બનાવ આવ્યો તો ઘટનામાં મોતને ભેટેલા પરિવારને આર્થિક મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે એનઆરઆઈ દ્વારા ફંડ એકત્ર કરવાની પહેલ કરાતા ગણતરીના કલાકોમાં જ 66 હજાર ડોલર જેવી માતબર રકમ એકત્ર થઇ ગઇ હતી અને હજુ પણ મદદનો ધોધ ચાલુ છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.