ગુજરાતના પ્રાથમિક શિક્ષણની હાલત ભુંડણાંએ તરબુચ તોડી નાખ્યું હોય એવી થઈ ગઈ… જાણો એક શિક્ષકની વ્યથા

Lok Patrika
By Lok Patrika
4 Min Read
Share this Article

હાલમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ આવી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં એક શિક્ષકની વ્યથા વહેતી થઈ છે….

હું માસ્તર બન્યો એનો સાફ મતલબ છે કે લાંબી બુધ્ધિ ન જ હોય. પણ આટલી ઓછી બુદ્ધિમાં એ મને એટલી ખબર પડે છે કે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણની હાલત ભુંડણાંએ તરબુચ તોડી નાખ્યું હોય એવી થઈ ગઈ છે. શિક્ષકને નટ બજાણીયાના કુતરા જેવા કરી દિધા છે. નટીયો વસ્તુ ફેકે એ લેવા કયારે ને કયાં હળી કાઢવી. શિક્ષા કરવી નહીં, નાપાસ કરવા નહી, હાજરી ગણવી નહી.. સત્તા શુન્ય જવાદારી હજાર. પછી કુલડીમાં સાંઢીયો પુરવા જેવી વાત થઈ. અપવ્યય(drop out) લગભગ શૂન્ય થયો નામાંકન સો ટકા થયા તો એના માટે સરકાર અને શિક્ષણના ઉચ્ચ અધિકારાઓ એકબીજાની પીઠ થબથબાવે છે.

બીજી બાજુ શિક્ષણનું સ્તર કથડયું તો જવાબદાર માસ્તરો.!! વાહ રે… આ બધાને શુ કહેવા શિક્ષણના બુટલેગરો? પણ એમ કહેશું તો બુટલેગરો અને દારૂડીયાઓને અપમાન લાગશે. શિક્ષણના ચાંચિયા કહેશું તો સોમાલીયા વાળા મોઢું બગાડશે. માટે માનનીય શિક્ષણવિ(વા)દો કહીશું.માત્રને માત્ર શિક્ષકોના કારણે બગડેલ શિક્ષણમાં પણ સાત ધોરણ ભણેલ છોકરાંને પણ એટલી ખબર તો પડે જ છે કે ન આવડે એને નાપાસ કરવા જોઈએ.. આ વાતને આપણા શિક્ષણવિ(વા)દો ને સમજતાં સાડા નવ વરહ લાગ્યાં..! પાછો એમાં વળી એવો નિર્ણય લેવાય રહ્યો છે કે ઈન્સટોલમેન્ટમાં નાપાસ કરવા. માત્ર ત્રીજા, પાંચમા અને આઠમાં ધોરણમાં છઠ્ઠા ધોરણનું ન આવડે એનેય આઠમાંમાં લઈ જવાનો લ્યૌ…પણ જે તે ધો. માં નાપાસતો નહી જ કરવાના. આ લોજીક સમજાય તો મને કાગળ લખજો નો સમજાય તો આપણાં શિક્ષણખાતાને લખજો એને સમજાણું હશે તો તમને સમજાવી દેશે ગમે તેમ કરીને…

રહી વાત શિક્ષણના અખતરાઓની.. મારા પરમ મિત્ર નાગાજણભાઈ માસ્તરે એક સરસ કોમેન્ટ કરેલી કે જ્યારથી જીવદયાવાળાએ ઉદર, સસલા ને ભુડળાં પર પ્રયોગો કરવાની ના પાડી ત્યારથી તમામ પ્રયોગો પ્રાથમિક શિક્ષણમાં શરૂ કર્યા. છોકરાંવ જેવું કામ આદર્યુ, બીજ વાવે પછી દર કલાકે ખોદી ને જોવે ઉગ્યું કે નહી. હમણાં હમણાં તો હદ થઈ ગઈ.. કોઈ એક શિક્ષણના સુપર માનવે એવો ધડાકો કર્યો કે શિક્ષકોની પરિક્ષા લેવાશે.! હું ગેરેન્ટી આપુ એકેય શિક્ષક નાપાસ નહી થાય. કારણ કે અમે તો ભણાવવાનું મુકી ને ભણવાનુ ચાલુ કરશું એ પણ અગીયારથી પાંચમાં.. પણ આખરે ભોગ વિદ્યાર્થીઓનો લેવાશે. આવા ગુણોત્સવો આવ્યા પછી જ પ્રાથમિકના બાળકોને ચોરી કરતાં આવડયું છે. બાકી આ બાળકોને ખબર જ નહોતી કે પેપરમાં ચોરી પણ કરવાની હોય.. અને એ અમારી માસ્તરૂની મજબુરી કે એવુ પણ શીખવવું પડ્યું. હવે આમાથી ઈજનેર બનશે, કોઈ કંપનીના સીઈઓ બનશે, અઆઈએએસ બનશે, મુખ્યમંત્રી પણ બનશે.. પણ મારી લેખીત ગેરેન્ટી એક પણ ગાંધીજી, ભગતસિહ કે બાબાસાહેબ નહી જ બને. કારણ આ બધા મહા પુરૂષોના આદર્શોના મર્ડર અમભ જ કર્યા છે કે કરવા પડ્યા છે. અહી ફકત ગુણ(માર્ક) જોવાય છે ગુણ(મૂલ્ય) નથી જોવાતાં.

જનતા ચોધાર આંસુએ રડી રહી છે, મોંઘવારીએ ઢાંઢુ ભાંગી નાખ્યું, રેકોર્ડ તોડીને પેટ્રોલ-ડીઝલની કિંમત્ત 300 રૂપિયાને પાર

અરરર…. ચંદ્ર પર ભૂકંપ આવ્યો, વિક્રમ લેન્ડરે તરત જ રેકોર્ડ કરી લીધી હલચલ, ચંદ્રયાન-3ને કંઈ વાંધો નહીં આવે ને??

મોટા સમાચાર: SBIમાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી, સ્નાતકો ફટાફટ કરો અરજી, દરેક રાજ્યમાં ખુશીનો માહોલ

જે શાળાઓમાં જેમની માથે પંદર પોલીસ કેસ થયા હોય એવા ચાર ચોપડી ભણેલ નેતાઓ છોકરાઓની હાજરીમાં ચાણ્કયોને ખખડાવતા હોય. આ દ્રશ્ય જોનાર વિદ્યાર્થી શું બનશે? ગુણોત્સવમાં આવનાર સનદી અધિકારીઓ ગુરૂઓનું મુલ્યાંકન કરે છે પણ પોતે તેમાંથી કેટલા ઈમાનદાર હશે? જો કે મોટાભાગના સારા અધિકારીઓ ને ગુરૂઓની કસોટી કરવી નથી ગમતી. પણ બધાની મજબુરી હોય.. હમણાં મને એક ખાનગીશાળાના અભણ સંચાલકે પુછયું શિક્ષણ કથળવાનું કારણ શું હશે? મે કહ્યું તમારા મોબાઈલમાં ફ્રન્ટ કેમેરો કેટલા મેગા પિક્ષલનો છે જુઓ તો?

કથળેલ પ્રાથમિક શિક્ષણ માટે જવાબદાર..!!

એક શિક્ષક..


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly