Gujarat News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ચૂંટણી માટે 26 જિલ્લામાં કાર્યાલયો તૈયાર કરી દેવાયા છે. તે ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને ભાજપમા જોડીને એક પછી એક રણનીતિ પર ભાજપ આગળ વધી રહ્યો છે. ત્યારે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.દિલ્હીમાં આપના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે જાહેરાત કરી હતી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને ગુજરાતના પ્રભારી @SandeepPathak04 દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે ભરૂચ લોકસભા માટે @Chaitar_Vasava અને ભાવનગર લોકસભા માટે @MakwanaUmesh01 ના નામની જાહેરાત કરવામાં આવી. pic.twitter.com/sysVp09sff
— AAP Gujarat (@AAPGujarat) February 13, 2024
2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 સીટ કબ્જે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, જેના ભાગરૂપે તમામ લોકસભા સીટોના ઉદ્ધાટન કરીને ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.