રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, જે દરરોજના કેસ પરથી ભયજનક દેખાઈ રહી છે. દરરોજ કોરોનાના કેસ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૨૪,૪૮૫ કેસ નોંધાયા છે. તો આ દરમિયાન ૧૩ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૩૧૦ લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૧૯૯ લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૯૮૩૭, સુરત કોર્પોરેશનમાં ૨૯૮૧, વડોદરા કોર્પોરેશનમાં ૨૮૨૩, રાજકોટ કોર્પોરેશનમાં ૧૩૩૩, સુરતમાં ૭૨૮, આણંદમાં ૫૫૮, ભાવનગર કોર્પોરેશનમાં ૫૨૯, ગાંધીનગર કોર્પોરેશનમાં ૫૦૯, જામનગર કોર્પોરેશનમાં ૪૭૦, વલસાડમાં ૪૪૬, ભરૂચમાં ૪૦૮, વડોદરામાં ૩૭૧, મહેસાણામાં ૩૫૪, કચ્છમાં ૩૪૬,નવસારીમાં ૨૯૭, ગાંધીનગર ૨૨૫, મોરબીમાં ૨૦૬, રાજકોટમાં ૧૮૮, પાટણમાં ૧૮૦, બનાસકાઠા ૧૭૪, સુરેન્દ્રનગરમાં ૧૫૬, જુનાગઢ કોર્પોરેશનમાં ૧૨૯, અમરેલીમાં ૧૨૮, જામનગરમાં ૧૨૮, અમદાવાદમાં ૧૨૦, પોરબંદરમાં ૧૧૭, ખેડામાં ૧૧૨, સાબરકાંઠામાં ૧૧૧, પંચમહાલમાં ૧૧૦.
દાહોદમાં ૮૨, તાપીમાં ૭૦, ભાવનગરમાં ૫૮, દેવભૂમિ દ્વારકા ૪૫, ગીરસોમનાથ ૪૦, જૂનાગઢ ૩૦, મહીસાગર ૨૪, અરવલ્લીમાં ૧૮, બોટાદમાં ૧૫, નર્મદા ૧૪, ડાંગમાં ૯ અને છોટાઉદેપુરમાં ૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે કોરોનાને લીધે ૧૩ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૭, સુરત કોર્પોરેશનમાં ૨, જામનગર કોર્પોરેશનમાં ૧, રાજકોટમાં ૧ અને ગાંધીનગરમાં એક, ખેડામાં ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦૪૮૮૮ થઈ ગઈ છે. જેમાં ૧૫૬ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૧૯૯ લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ ૮,૮૬,૪૭૬ લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ ૮૮.૫૧ ટકા છે. રાજ્યમાં આજે ૨ લાખ ૪૭ હજાર ૧૧૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી ૯ કરોડ ૫૮ લાખ ૨૯ હજાર ૨૦૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.