ડુંગળી- બટેટા સહાય પર ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સહાયના નામે ખેડૂતોની ક્રૂર મજાક ગણાવી છે. નરેન્દ્રભાઈના કાર્યક્રમના સામિયાણા ખર્ચ જેટલી પણ સહાય ન આપી એવું કહ્યું છે. તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં 100 થી 150 કરોડ ખર્ચ અને ખેડૂતોને ડુંગળી સહાય 70 કરોડ જ ???? બટેટામાં કટ્ટાએ 50 રૂપિયા મતલબ 1kg એ 1 રૂપિયો સહાય થઈ ગણાય.
પાલભાઈએ વાત કરી કે એક – બે રૂપિયા ખેડૂતોને સહાય એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ન નીકળે. છેલ્લા ત્રણ વર્ષથી ડુંગળી પક્વતા ખેડૂતો રાતે પાણીએ રોઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની આયાત નિકાસ પોલિસી ખેડૂતો માટે નુકશાનકારક છે. કેન્દ્ર સરકાર પોતે જ ડુંગળીની આયાત કરે ત્યારે ફરિયાદ કોને કરવી ??? આ તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સરકારની નીતિ જોવા મળી રહી છે.
કુંવારા લોકોના બેલી છે આ દેવતા, હોળી પર દર્શને જઈને માનતા રાખો એટલે મસ્ત લાડી મળી જાય એ પાક્કું
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેને પોતાની વાત આગળ કરી કે 20 કરોડ નિકાસ માટે આયોજનના એ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સરકારની નીતિ છે. સરકાર જાહેરાત કરે છે પણ સામે ખેડૂતોને ખરેખર લાભ મળે છે ? અગાઉ સરકારે કરેલી તમામ જાહેરાતોને ખેડૂતોને આપેલા લાભો સરકારે પોતે સરખાવવા જોઈએ. તો જ ખબર પડે કે જાહેરાત કરવાવાળી સરકાર ખેડૂતોને ખરેખર કેટલા આપે છે ??? ત્યારે આ રીતે પાલભાઈની પ્રતિક્રિયા હવે વાયરલ થઈ રહી છે