રાધનપુર (દિનેશ સાધુ દ્ધારા) : પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ફરી કોરોનાથી સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓની જરુરી ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવી છે. ભરતસિંહની તબિયત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળેલ છે. તેઓ હોમ આઇસોલેટ થયા છે.
અગાઉ બીજી લહેરમાં પણ ભરતસિંહ ડાભી કોરોનાથી સંક્રમિત થયા હતા. રસીના બંને ડોઝ લીધા હોવા છતાં ભરતસિંહ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ભરતસિંહના રાજકીય અને જાહેર કાર્યક્રમો હાલ પૂરતા મોકૂફ રખાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી જિલ્લાના વિવિધ જાહેર કાર્યક્રમમોમાં ભીડ વચ્ચે ઉપસ્થિત રહેતા હતા.