ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર કાર્યકરોએ ફરી સક્રિય થયા છે. PASSના સભ્ય નિલેશ એરવાડિયાના એક નિવેદન બાદ ગુજરાતનુ રાજકારણ ફરી ગરમાયુ છે. નિલેશ એરવાડિયાએ મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે અમે ભાજપ સિવાય તમામ પક્ષોને અમારો ટેકો જાહેર કરીએ છીએ, જેઓ ચૂંટણી લડી રહ્યા છે તેઓ હવે પાસમાં નથી. અમે એવા લોકો ભેગાં થયા છીએ જેઓ રાજનીતિમાં નથી પરંતુ સમાજકારણમાં ચોક્કસ છીએ. હવે PASSમાં કોઈ નવો ચહેરો નહીં હોય.
આ સાથે પોતાની આગળની રણનીતી અંગે વાત કરતા નિલેશ એરવાડિયાએ સ્પષ્ટ જણાવ્યુ છે કે અમે હવે નવેસરથી અમારું સંગઠનનું માળખું બનાવીને તેને સક્રિય કરીશું. PAASની નવી ટીમની રચના કરવામાં આવશે. અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે. નવી આ સાથે નિલેશ એરવાડિયાએ આગામી સમયમા જો સરકાર તેમની માંગો નહીં સ્વીકારે તો ફરી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
નિલેશ એરવાડિયાનુ કહેવુ છે કે OBCમાં સમાવવાની અમારી મુખ્ય માંગ અને તે સિવાય આંદોલન સમયના કેસો પરત ખેંચવા, મૃતકના પરિવારને નોકરી આપવીની માંગ કરવામા આવશે. નિલેશ એરવાડિતે હાર્દિક પટેલ પણ પ્રહાર કર્યો હતો. કહ્યું કે, હાર્દિક પટેલે OBCની મુખ્ય માગ અવગણી સમાજને ગુમરાહ કર્યો અને ભાજપમાં જોડાયો છે. અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, હાર્દિક મોજ કરી રહ્યો છે. હાર્દિકે કરોડોની સંપત્તિ બનાવી લીધી.
તેમણે સ્પષ્ટ કહ્યુ કે EWS હાર્દિકે નહીં પણ લાખો યુવાનોના લીધે મળ્યું છે. આગામી સમયમાં PAASના કાર્યકર્તાઓ વિરમગામ જઈ હાર્દિકનો વિરોધ કરશે. ભાજપ સિવાયની પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા PAASના તમામ સભ્યોને અમારું સમર્થન છે. ભાજપે પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો હોવાથી અમે તેનું સમર્થન કરતા નથી.