PHOTOS: અમદાવાદ મોદી સ્ટેડિયમમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, બન્ને દેશના વડાપ્રધાન સાથે ચાહકોનું કિડયારું ઉભરાયું, જુઓ નજારો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ આજથી  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

4 મેચોની ટેસ્ટ શ્રેણીની આ છેલ્લી મેચ બનવા જઈ રહી છે. આ શ્રેણીમાં હવે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાથી 2-1થી આગળ છે.

છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચની સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસ સાથે ટેસ્ટ મેચના પહેલા દિવસે ટોસ પર હાજર રહેશે અને ખેલાડીઓને મળશે.

બંને દેશોના વડાપ્રધાનો સુશોભિત ગોલ્ફ ગાડીઓ સાથે મેદાનની મુલાકાત લેશે.

PM મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વડાપ્રધાન અહીં લગભગ 2 કલાક એટલે કે 10 થી 10:30 સુધી રોકાઈ શકે છે.

આ વચ્ચે મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમે આવી પહોંચ્યા છે. વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે.

મેચ જોવા માટે ઉત્સાહી લોકોમા અમદાવાદના જ નહીં પણ સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા, જામનગર, મહેસાણા, ગાંધીનગર સહિત આખા રાજ્યમાથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.

રોહિત શર્માની ટી શર્ટ પહેરીને નાના બાળકોથી લઈને વડીલો મેચ જોવા માટે તૈયાર છે.

 માહિતી મુજબ આ વખતે પણ દરેક મેચમાં હાજર રહેતા ધોનીના ફેન મહેશ સ્ટેડિયમ બહાર જોવા મળ્યા છે.

માવઠાંએ જગતના તાતના મોંમાથી કોળિયો છીનવી લીધો, એકદમ તૈયાર પાકની પથારી ફરી ગઈ, પીડાથી તમારું હૈયું ચિરાઈ જશે

રાત્રે અમદાવાદમાં આગમન, સવારે મેચ, ઓસ્ટ્રેલિયાના PM સાથે સ્પેશિયલ રથમાં સ્ટેડિયમની મુલાકાત… જાણો PM મોદીનું આખું શેડ્યુલ

BIG BREAKING: બોલિવૂડમાં કોઈ ક્યારેય ન પુરી શકે એટલી મોટી ખોટ, સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી આક્રંદનો માહોલ

આ સાથે દેશનો તિરંગો લહેરાવતો ટીમ ઇન્ડિયાનો ફેન અરુણ હરિયાની પણ ભારત માતાકી જયના નારા લગાવતો જોવા મળ્યો હતો. આ સાથે અન્ય એક ફેન વહીલચેર પર હોવા છતા મેચ જોવા આવી પહોચ્યો હતો.

 

 

 

 

 


Share this Article