વિજય જોષી (લખતર): લખતર તાલુકા પંચાયત ભવન ખાતે લખતર તાલુકાના 42 ગામના ગ્રામ પંચાયત વીસીઈની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. લખતર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગાંધીનગરથી ઓનલાઈન યોજાયેલ વિડીયો કોંફરન્સ મિટિંગની માહિતી આપવામાં આવી.
લખતર તાલુકા પંચાયત ભવનના સભાખંડ ખાતે લખતર તાલુકાની ગ્રામ પંચાયતમાં વીસીઈ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતમાં હાલ જુદાજુદા 72 પ્રકારના સર્ટી નીકળતા હોય, વીસીઈની શુ જવાબદારી, તેમને કરવાની કામગીરી તેમજ તેમને કરેલ કામગીરી સહિતની માહિતી લખતર તાલુકા વિકાસ અધિકારી એચ.ટી.સાધુ દ્વારા વીસીઈ સાથે ચર્ચા કરવામાં આવી