PM મોદી વર્ષો બાદ જેવા જ મોટાભાઈને મળ્યા કે તરત જ સોમાભાઈ મોદીએ કરી આ વિનંતી, PMના માતૃપ્રેમ સાથે બંધુપ્રેમ પણ અજીબ છે

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજે રાણીપમાં મતદાન કરીને પ્રધાનમંત્રી મોદી તેમના મોટાભાઈના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જે બાબતે સોમાભાઇ મોદીએ નિવેદન આપ્યું હતું. કહ્યું હતું કે, તમે ખૂબ જ મહેનત કરો છો દેશ માટે…. થોડો આરામ પણ કરો. તેમણે કહ્યું હતું કે, 2014 પછી કેન્દ્રએ જે પ્રકારનું કામ કર્યું છે તેને લોકો ક્યારેય અવગણી શકે નહીં. મેં તેમને (PM મોદી) પૂછ્યું કે, તેઓ દેશ માટે ઘણું કામ કરે છે, તેમણે થોડો આરામ પણ લેવો જોઈએ.

મતદાતાઓને સંદેશ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઇ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં સારું મતદાન ચાલી રહ્યું છે. 2014થી રાષ્ટ્રીય લેવલે ડેવલપમેન્ટ થયા તે લોકો જોવે છે, નજરઅંદાજ નથી કરતાં. અને એના આધાર પર જ વોટિંગ થઈ રહ્યું છે. પોતાના મતનો સાચો ઉપયોગ કરવામાં આવે. દેશનો વિકાસ થાય તેવી પાર્ટીને વોટ આપવો જોઈએ. એવા લોકોને પસંદ કરવામાં આવે.

પીએમ મોદીના માતા હીરાબેને ગાંધીનગરમાં મતદાન કર્યું. આ દરમિયાન તેમની સાથે તેમનો પુત્ર અને પીએમ મોદીના ભાઈ પંકજ મોદી પણ હાજર હતા. હીરાબેનની ઉંમર આશરે 100 વર્ષની છે. જો કે મહત્વની વાતસ એ છે કે ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનના 100 વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. તો વળી ડીસામાં આમ આદમી પાર્ટીના નિશાન પર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરીને મત આપતો EVMનો ફોટો વાયરલ થતાં પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

આ સાથે જ AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવીએ અમદાવાદમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

તો વળી મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી મતદારો પોતાનો મત આપવા બુથ પર પહોંચ્યા હતા. વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું, પ્રજાને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તો ઇડર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાએ ઇડરની કે.એમ.પટેલ હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું. દહેગામ બેઠકના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પાલુન્દ્રા ગામે મતદાન કર્યું હતું. તો ભિલોડા બેઠકના ભાજપા ઉમેદવાર પી.સી બરંડા અને તેમની ધર્મ પત્નીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કુળદેવી અને ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી મતદાન કર્યું હતું. ગાંધીનગર ઉત્તર બેઠક પર કેન્સરગ્રસ્ત ચંદ્રિકાબેન ખીસડીયાએ 69 વર્ષની ઉંમરે સેક્ટર 20 મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન કરીને થેરેપી માટે ગયા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly