ગુજરાતમા ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીના નેતાઓ ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ વચ્ચે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 09-10-11 ઓક્ટોબરના ગુજરાતના પ્રવાસને લઈને સમાચાર આવ્યા છે. ત્રણ દિવસના પ્રવાસમા PM મોદી દેલવાડા, મોઢેરા, બહુચરાજી, મહેસાણા અને આણંદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં જાહેર સભાને સંબોધશે. PM મોદીના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ મળવાની છે. આ બાદ સૌરાષ્ટમા પાણીની સમસ્યાનો અંત આવી જશે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રવાસીઓની પાણીની સમસ્યાના ઉકેલ માટે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. પીએમ મોદીના હસ્તેઆ યોજનાનુ લોકાર્પણ 10 ઓક્ટોબરે થશે જેમા જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નો સમાવેશ થાય છે. આ યોજનાથી પોરબંદર, જામનગર, રાજકોટ, દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત આવશે.
આ સિવાય PM મોદી મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.
9 ઓક્ટોમ્બરે બહુચરાજીના દેલવાડામાં જાહેરસભા સંબોધન, મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું લોકાર્પણ, કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન, દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ, બહુચરાજી દર્શન, બહુચરાજી મંદિરના 200 કરોડના નવીન પ્લાનનું લોકાર્પણ કરવામાં આવશે. PM મોદી
10મી ઓક્ટોબરે આણંદ જશે અને વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધશે.