ફરી એકવાર ગુજરાતના વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવેલો ચહેરો યુવરાજસિંહ ચર્ચામા છે. ગાંધીનગર ખાતે પોલીસ પર કાર ચડાવવાના પ્રયાસ બાબતે તેની સામે ગુનો દાખલ કરવામા આવ્યો છે. હવે પોલીસે યુવરાજસિંહના મોબાઈલ રેકોર્ડ અને અન્ય તપાસ હાથધરી છે. આ આખી ઘટના કેમેરામાં જ કેદ થઈ ગઈ અને જે બાદ યુવરાજસિંહની ધરપકડ કરી લેવામા આવી છે.
આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું છે કે કોઈ વિદ્યાર્થી ઉશ્કેરાઈને પગલું ભરશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામા આવશે. પેપરલીક કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. હાલ યુવરાજ સિંહ સામે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે પોલીસે કહ્યુ કે વિધાનસભાના ગેટ પર રસ્તો જામ ના કરશો. પરંતુ તે બાદ પણ જ્યારે તેઓ માન્યા નહીં ત્યારે તે ઉમેદવારોની પણ અટકાયત કરવામા આવી છે.
મળતી માહિતી મુજબ યુવરાજ સિંહ અને દીપક ઝાલા ઘટના સ્થળે હાજર હતા અને તે દરમિયાન ઉમેદવારોને યુવરાજ સિંહે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બાદ પોલીસે યુવરાજ અને દીપક ઝાલાને અટકાવ્યા હતા પણ તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું, જ્યાતે પોલીસે તેમની ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવરાજે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો જે બાદ કલમ 307 અને કલમ 322 હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી છે.