Politics News: આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામ ભરૂચ લોકસભામાં ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા માટે ગામેગામ પ્રચાર કરી રહ્યા છે. પ્રવીણ રામની ગ્રામસભાઓમાં રાત્રે 11 વાગ્યે પણ મોટી ભીડ જોવા મળતી હોય છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ડેડીયાપાડાના ગામેગામ ચૈતર વસાવાને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે.
આ પ્રચાર દરમિયાન પ્રવીણ રામે ગ્રામજનો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડાના લોકોએ ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાવીને વિધાનસભામાં મોકલ્યા હતા અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ગરીબોનો અવાજ ઉઠાવ્યો, માટે આજે સમગ્ર ગુજરાતના લોકો ચૈતરભાઈ વસાવા અને ડેડીયાપાડાને જાણી ગયા છે. ડેડીયાપાડાના લોકોએ ગુજરાતને એક હીરા સમાન લોકનેતા આપેલ છે. હવે સમય આવી ગયો છે કે ડેડીયાપાડાના લોકો ફરી એકવાર ચૈતરભાઈ વસાવાને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય બનાવે.
આજે ડેડીયાપાડાના ધારાસભ્ય હોવા છતાં પણ ભાજપ સરકારના જુઠા કેસોના કારણે ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડામાં પ્રચાર કરવા માટે આવી શકતા નથી. આ બાબતના કારણે આજે ડેડીયાપાડાના લોકો ભાજપથી સખત ગુસ્સામાં છે. ચૈતરભાઈ વસાવા હાલ ભલે ડેડીયાપાડામાં ન આવી શકતા હોય પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે ડેડીયાપાડાના લોકો પોતે ચૈતરભાઈ વસાવાનો ઘરે ઘરે જઈને પ્રચાર કરશે અને તેમના ચૂંટણી અભિયાનને મજબૂત બનાવશે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
આ ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવાને વિજય બનાવવા માટે હવે ડેડીયાપાડાના લોકોએ જ દિવસ રાત મહેનત કરવી પડશે કારણ કે ફક્ત ચૈતરભાઈ વસાવા જ છે જે આદિવાસી સમાજના લોકો માટે અને સમગ્ર ભરૂચના લોકો માટે દિવસ રાત મહેનત કરી શકે તેમ છે. બાકી છેલ્લા ૩૦ વર્ષથી તમે એક જ ભાજપના નેતાને સાંસદ બનાવતા હતા, તેમ છતાં પણ તેઓએ ક્યારેય પણ આદિવાસી સમાજનું કે ડેડીયાપાડાનું કામ કર્યું નથી. છેલ્લા 30 વર્ષથી સાંસદ રહેનાર મનસુખભાઈ વસાવાએ પોતાના વિસ્તારમાં એક સારી સ્કૂલ પણ નથી બનાવી. માટે આ વખત અમારી વિનંતી છે કે ચૈતરભાઈ વસાવાને વિજય બનાવો અને ડેડીયાપાડાની સાથે સાથે સમગ્ર ભરૂચની કાયાપલટ કરી દો.