મિતેષ સોલંકી ( પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ): કહેવાય છે ને કે ભાષાના પ્રભુત્વ વિના શિક્ષણ પાંગળું છે, કોઈપણ માધ્યમ હોય પરંતુ ભાષાની સમૃદ્ધિ આવશ્યક છે. એક અંગ્રેજી ભાષાના શિક્ષિકાએ અંગ્રેજી ભાષાની સાથે વિદ્યાર્થીઓમાં વિવિધ વિષયોનું શિક્ષણ પૂરું પાડ્યું છે. ઉત્કૃષ્ટ પ્રયત્ન બદલ અમદાવાદનાં શિક્ષિકા પ્રીતિ સિસોદિયાને અમદાવાદ તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવશે.
શિક્ષિકા પ્રીતિ સિસોદિયા જણાવે છે કે, બાળપણથી જ મને વાંચન પ્રત્યે ખૂબ જ રુચિ હતી. બાળપણથી જ અંગ્રેજી ભાષા પ્રત્યે અનોખો પ્રેમ હતો. તેમણે અમદાવાદમાં જ સ્કૂલ અભ્યાસ તથા ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો તેઓ જ્યારે એલ.ડી.આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની અંગ્રેજીમાં લખાયેલ કવિતાઓ મેગેઝિનમાં પ્રકાશિત થતી હતી.
વર્ષ 2011માં તેમણે બી.એડની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ગુજરાત રાજ્ય સરકાર તરફથી લેવાતી T.E.T એક્ઝામમાં સમગ્ર અમદાવાદમાં 32મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ શિક્ષક તરીકે તેમની નિયુક્તિ સાબરમતી શાળા નંબર – 2માં કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રાથમિક શાળા, ચાંદખેડામાં શિક્ષક તરીકે કાર્યરત છે.
છેલ્લાં 14 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા પ્રીતિ સિસોદિયા
કહે છે કે, દરેક ભાષાને સરખું મહત્વ આપવું જોઈએ. અંગ્રેજી ભાષા એ વિશ્વમાં બોલાતી ભાષા છે જેથી મારો પ્રયત્ન હંમેશા એ જ રહે છે કે દરેક વિદ્યાર્થી બાળપણથી જ અંગ્રેજી બોલી અને સમજી શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ શાળાના દરેક વિદ્યાર્થીઓ અંગ્રેજી લખી શકે છે, વાંચી શકે છે, અને બોલી પણ શકે છે. શિક્ષિકા વિજ્ઞાનમાં પણ રુચિ ધરાવે છે, તેમજ વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાનના અનેક પ્રયોગો કરે છે, જેથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય. સાથે સાથે ભારત સરકાર દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમો શાળામાં કરવામાં આવે છે, જેવા કે, હર ઘર તિરંગા અભિયાન, વિજ્ઞાન મેળો, ક્વિઝ કોમ્પિટિશન, વિવિધ દિવસોની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ખેલકૂદ સ્પર્ધાઓ વગેરે.
પ્રીતિ સિસોદિયા વિદ્યાર્થીઓને તમાકુનું સેવન ન કરવું, ક્લાઈમેટ ચેન્જની અસરો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, જેવા વિવિધ વિષયો પર અંગ્રેજી ભાષામાં સ્પર્ધા કાર્યક્રમો યોજે છે, જેથી વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાની સાથે-સાથે વિવિધ ક્ષેત્રના જ્ઞાનથી રૂબરૂ થાય અને તેમનો વિકાસ કરી શકાય.
શિક્ષિકા પ્રીતિ સિસોદિયા વધુમાં કહે છે કે, ધોરણ 6-7 અને 8ના વિદ્યાર્થીઓને મૂળ તો અંગ્રેજી તેમજ વિજ્ઞાનના વિષયો શીખવું છું. પરંતુ આ સિવાયના અન્ય ઘણા વિષયો વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને T.L.M (Teaching Learning Material) જે બનાવતા શીખવાડવામાં આવે છે. જોકે આ કાર્ય તો બી.એડ કક્ષાના વિદ્યાર્થીઓને કરવામાં આવતું હોય છે, પરંતુ ભારત સરકારની નવી એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પ્રવૃત્તિમય રાખી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેવી જ રીતે આ શાળાના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ પૂરું પાડવામાં આવે છે જેમાં ભગવદ્ ગીતા વિષયનો સરકાર દ્વારા પાઠ્યક્રમમાં ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી તે વિષયને ધ્યાનમાં રાખી નાટક કે સંગીતને વિષયવસ્તુ સાથે જોડીને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, તેમણે કહ્યું હતું.
શાળાની એક વિદ્યાર્થિની કશિશ દીક્ષિત તેમના શિક્ષક પ્રીતિ સિસોદિયા વિશે વાત કરતા જણાવે છે કે, પહેલા મને અંગ્રેજી વિષયનો ખૂબ જ ભય હતો, મને અંગ્રેજી વાંચતા – લખતા નહોતું આવડતું પરંતુ પ્રીતિ મેડમે અંગ્રેજી એટલું સરળતાથી શીખવ્યું કે આજે હું અંગ્રેજી લખી શકું છું, વાંચી શકું છું અને અંગેજીમાં વાત પણ કરી શકું છું, સાથેજ અંગ્રેજી ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ ક્રમ મેળવું છું. વિદ્યાર્થીઓની આ ઉપલબ્ધિ જોઈને પ્રીતિ મેડમ ખૂબ જ ગૌરવ અનુભવે છે કદાચ આ જ કારણ છે કે તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
પ્રીતિ સિસોદિયા જણાવે છે કે, પહેલાના શિક્ષણમાં અને અત્યારના શિક્ષણમાં ઘણો ફેર પડ્યો છે. હાલના શિક્ષણમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજીના ઉપયોગ સાથે શિક્ષણ મેળવે છે અને અવનવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિવિધ ભાષાનું તેમજ અન્ય શૈક્ષણિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. શિક્ષક તરીકે એક જ સંકલ્પ હંમેશાં રહેશે કે ખંતથી મન લગાવીને કામ કરવું એ જ શિક્ષણનો અને શિક્ષકનો મૂળ મંત્ર છે.