કૃષિપ્રધાન રાઘવજી પટેલે દિવાળી પહેલા ખેડૂતોને આપી ખુશખબરી, પાક નુકસાન સહાય અંગે મોટા સમાચાર

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

આજે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે ખેડૂતોને એક સારા સમાચાર આપ્યા છે. સામાન્ય રીતે કુદરતી આપદામા ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર વળતર આપે છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 59.81 લાખ ખેડૂતોને 6624.26 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ બાદ હવે કૃષિપ્રધાને જણાવ્યું છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટીની ખેડૂતોને સહાય આપવામાં ક્યારેય પીછેહઠ કરતી નથી.

તેમણે આગળ વાત કરતા જણાવ્યું કે કુદરતી આફતોમા ખેડૂતોના પાકને કે ખેતીની જમીનને નુકસાન થાય ત્યારે સરકાર પૂરતા પ્રમાણમાં સહાય આપે છે.


આ સાથે માહિતી આપી કે ગઈ અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને અને જમીનને જે નુકશાન થયું તેનો સર્વે પૂરો થઈ ગયો છે અને અહેવાલ મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. હું માનું છું ત્યાં સુધી દિવાળી પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત થઈ જશે.

 

 


Share this Article