તૈયારીમાં જ રહેજો, આગામી 5 દિવસ ગુજરાતમાં મેઘરાજા દે ધનાધન બેટિંગ કરશે, આજે પણ અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેધરાજા ધબધબાટી બોલાવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં મેધરાજાનુ જોરદાર બેટિંગ જોવા મળી શકે છે. છેલ્લા થોડા દિવસોમા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે અને જેના કારણે ચારે તરફ પાણી પાણી થઈ ગયુ છે. બીજી તરફ હજુ પણ મેઘરાજાની ધડધબાટીની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે.

આગાહી પ્રમાણે હજુ આવનારા 5 દિવસ સુધી હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. કાલે પણ ડાંગ, આહવા, વઘઇ અને સાપુતારામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ સિવાય ભરૂચ , નવસારી, વલસાડ અને ડાંગમાં પણ વરસાદ નોંધાયો છે. સાંજના સમયે ભરૂચમાં મેધરાજાની જોરદાર એંટ્રી થતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.

અત્યાર સુધી પડેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમ ભરાઈ ગયો છે અને હજુ ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. આ જોતા નદીકાંઠા વિસ્તારના 26 ગામના લોકોને એલર્ટ રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. આ સાથે NDRF-SDRFની એક-એક ટીમ પણ તૈનાત કરી દેવાઇ છે.


Share this Article