જાણે કંઈ કર્યું જ ન હોય અને કોઈનો ડર જ ન હોય એ રીતે દેવાયત ખી-ખી હસે છે, ચહેરા પર અફસોસ નામની વસ્તુ નથી, 6 તસવીરો વાયરલ!

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો ત્યારે આખા રાજ્યમાં દેવાયત જ ચર્ચામાં હતો.

આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી કલાકાર ફરાર છે. પોલીસ પકડથી દૂર રહ્યો અને હવે આજે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડ પોપટન જેમ પટ પટ થતો હાજર થઈ ગયો હતો.

ત્યારે લોકોએ પૂછ્યું કે તમારું શું કહેવું છે તો દેવાયતે હજુ પણ ગુનો કબુલ્યા વગર સમય આવશે ત્યારે જવાબ આપીશ એવું જ કહ્યું હતું અને બીજું કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. હવે કેટલીક તસવીરો બહાર આવી રહી છે જેમાં દેવાયતને કોઈ જ અફસોસ નથી દેખાઈ રહ્યો.

જે તસવીરો બહાર આવી એમાં સાફ સાફ જોઈ શકાય છે કે હુમલો કર્યાનો રંજ ચહેરા પર જરાય દેખાતો જ નથી.

માણસને કોઈ ગુનાનો અફસોસ હોય, પરંતુ આ કેસમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.

તમે વાયરલ તસવીરમાં જોવા મળી રહ્યું છે કે દેવાયત ખવડ હસતા હસતા પોલીસની જીપમાંથી બહાર આવે છે અને આમ તેમ જોઈ રહ્યો છે.

લોકો પણ મુંજાયા છે કે આખરે કોઈ આટલો મોટો હુમલો કર્યા પછી દેવાયત ખવડના ચહેરા પર કોઈ રંજ કેમ નથી દેખાતો.


Share this Article