જેતપૂરમાં અંધશ્રધ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવકને સત્તના પારખાં કરાવ્યા હતા. જેમાં ગરમા ગરમ ઉકળતા તેલમાં એક યુવકને હાથ નખાંવ્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. જેતપૂરના ગિવીંદરો વિસ્તારમાં માતાજીના મઢમાં ગરમ તેલમાં હાથ નંખાવ્યા હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ૦૪ લોકોએ પ્રેમ સબંધની આશંકામાં છરીની અપહરણ કરીને યુવકને તેલમાં હાથ નખાવ્યા હોવાની વાત સામે આવી છે. હાલ યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે જેતપુરમાં અજાણ્યા શખસે પોતાની પત્ની સાથે આડા સંબંધની શંકાના આધારે મહિલા સહિત અન્ય બે શખસો સાથે મળી વિક્રમ ભગવાનજીભાઈ જાદવ નામના યુવાનનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવાનને માતાજીના મઢમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અંધશ્રધ્ધાનો કિસ્સો બન્યો હતો. યુવકને કહેવામાં આવ્યું કે જાે તારે મારી પત્ની સાથે સંબંધ ન હોય તો ધગધગતા તેલના તાવડામાં હાથ નાખ. પરંતુ યુવાને તેવું કર્યું નહોતું.
પછી ત્રણ શખસોએ યુવાનનો હાથ પકડીને તાવડામાં નાખ્યો હતો. આ ઘટનામાં યુવાનનો હાથ બળી ગયો હતો. એટલું જ નહીં, આ યુવાન પર ત્રણેય શખસોએ છરીથી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.પરંતુ યુવાન ત્યાંથી ભાગી ગયો હતો અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.