કહેવાય છે ને કે જ્યારે બીક લાગે અને વાંક હોય ત્યારે ભલભલા લોકોને પણ ગેંગેં ફેંફેં થવા લાગે છે. ત્યારે દેવાયત ખવડ સાથે પણ કંઈક એવું જ થયું છે. હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ હવે ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરી હતી. જેના કારણે દેવાયત ખવડની ફાટી રહી અને રેલો આવ્યો અને સીધો ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચ ટૂંક સમયમાં દેવાયત ખવડને જાહેર કરી શકે છે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે.
છેલ્લા કેટલાંક દિવસથી દેવાયત ખવડ ફરાર છે. ત્યારે હવે આ લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઇને પોલીસ તાબડતોડ મોટા એક્શનમાં આવી હતી. જો કે ગઈકાલે લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં હતા કે દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. એની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. ત્યારે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે એટલે કે આવતી કાલે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને જોવાનું એ રહ્યું કે શું થાય છે. જો કે એ પહેલાં જ કલાકાર સામેથી હાજર થઈ ગયો છે.
છેલ્લા 8 દિવસથી એક મુદ્દો ભારે ગાજી રહ્યો છે. પરંતુ તેનું કોઈ સમાધાન આવ્યું નથી. રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કર્યો હતો અને યુવકને ગંભીર ઈજા પણ થઈ હતી. ત્યારપછી દેવાયત ખવડ ભાગી ગયો છે અને ફરાર છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના પણ આ દિવસોમાં આક્ષેપો થઈ રહ્યા છે. એવામાં આ મામલે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે અને ખળભળાટ મચી ગયો છે.
DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, પીડિતના પરિવારજનો આજે રજૂઆત માટે આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં આરોપીને પકડવા માટે જે કંઈ કામગીરી કરવામાં આવી છે, પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તે અંગે તેમને(પીડિતના પરિવારને) માહિતગાર કરવા આવ્યા હતા. સાથે જ આગળની પોલીસ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહીની પણ તેઓને સમજ આપવામાં આવી છે. પીડિતના પરિવારની રજૂઆત છે તેની નોંધ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. તો વળી આરોપીના ઠેકાણા પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે તેમના લાગતાવળગતા લોકોના નિવેદન પણ નોંધ્યા છે. હાલ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસ આરોપી પકડવા માટે પ્રયત્નશીલ છે.