કમળનું બટન દબાવી EVM પર ‘જય સરદાર’ની ચિઠ્ઠી મૂકી વીડિયો વાયરલ કર્યો, રાજકોટની પૂર્વ બેઠક અને પાટીદારો ભારે ચર્ચામાં

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

રાજકોટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. આ વીડિયો પૂર્વ બેઠકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં પાટીદારોનું વર્ચસ્વ છે. આજે પાટીદાર મતદાર કમળના નિશાન પર બટન દબાવી જય સરદાર લખેલી ચિઠ્ઠી મૂકતો એક વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ લોકો પણ ચોંકી ગયા છે. બીજી તરફ શહેરમાં બોગલ વોટિંગ થયાનો આક્ષેપ પણ શહેરમાં ખળભળાટ મચાવી રહ્યો છે. રાજેશભાઈ લખમણભાઈ કોટડિયા નામના મતદારના નામે બોગસ વોટિંગ થયાની ફરિયાદ ઉઠવા પામી છે. રાજેશભાઈ વિવેકાનંદ કોલેજ જૂની વિદ્યાલય ખાતે મત આપવા પહોંચ્યા હતા. ફરજ પરના સ્ટાફે તેમનો મત અપાઇ ચૂક્યો હોવાનું કહેતા અચરજમાં મૂકાયા હતા.

તો વળી એ જ રીતે ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક EVM ખોટકાયા છે. ભાવનગર શહેર અને જિલ્લાની 7 વિધાનસભા માટે સવારના 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અહીં 4 જેટલા બેલેટ યુનિટ બદલવાની ફરજ પડી છે. તો 16 જેટલા કંટ્રોલ યુનિટ અને ભાવનગરમાં 28 વીવીપેટ મશીનો બદલવામાં આવ્યા છે. ભાવનગર શહેરની પશ્ચિમ બેઠકો પર સૌથી વધુ ખામી સર્જાઈ છે. આ સાથે કુંભરવાડામાં પણ EVM મશીન ધીમું ચાલતું હોવાની ફરિયાદો ઉઠી છે.

તો વળી એક નવો વિવાદ એ પણ છે કે, હળવદના અજીતગઢમાં મતદાન મથક પર માથાકૂટ થઇ છે. મહિલા સરપંચની પતિ સાથે ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ લોકોએ બન્નેને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. તો એ જ રીતે પાલીતાણામાં વણકરવાસ વિસ્તારમાં મતદાન સમયે AAP-ભાજપ કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ હતી અને ગીર સોમનાથમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર સામ-સામે આવી ગયા હતા. આવા અનેક કિસ્સાઓ આજે જોવા મળ્યા હતા.


Share this Article