‘રાણો રાણાની રીતે’ કહેનારા દેવાયત ખવડની હવા નીકળી ગઈ! ઘરે તાળાં, ફોન સ્વીચ ઓફ, પોલીસની બીકથી ગામ મુકીને ફરાર થયાં!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

દેવાયત ખવડ એટલે વિવાદનું બીજું નામ એમ કહીએ તો પણ ખોટું ન પડે, કારણ કે તે અનેક વાર અવનવા વિવાદમાં ઘેરાયેલા રહે છે. પહેલા તો શાબ્દિક પ્રહાર જ કરતા હતા અને અત્યારે ખુલ્લેઆમ દાદાગરી કરતા નજરે ચડ્યા છે. આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં ખૉવડ પર ગુસ્સો હતો. જે બાદ તેમણે માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. ત્યારે હવે દેવાયત ખવડ બરાબરના ભીંસમાં આવી ગયા છે. દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર કારમાંથી ઉતરી ડંડા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસમાં તેનો ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી તો કલાકાર ફરાર થઈ ગયા હતા.

જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી તો મેઈન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ હાલમાં સ્વીચ ઓફ આવી રહ્યો છે. ત્યારે હવે લોકો કહી રહ્યા છે કે રાણો રાણીની રીતે વાત કરતા દેવાયત ફરાર થઈ ગયા છે અને ડરપોલ સાબિત થયા છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી મયુરસિંહ રાણાએ પોતાની વાત કરી હતી કે આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે એમની સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર હજુ પણ દેવાયત ખવડે રાખ્યો અને હવે એ અને બીજા એક ભાઈએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો. સમગ્ર બનાવ બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે કલાકાર સાહેબ ફરાર થઈ ગયા છે.

હુમલા વિશે વાત કરીએ તો યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ત્યા તાળુ મારેલું હતું અને દેવાયતનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.


Share this Article
TAGGED: