Rajkot News: રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન આગકાંડ બાદ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આગ લાગવાના કારણ તરીકેની જે માહિતી બહાર આવી છે એ પ્રમાણે વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું.
બીજું એક કારણ એવું પણ હતું કે ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. આજે એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. એ લોકોને ખબર પણ નહીં હોય કે આ સ્કીમ તેમને મોતના મુખમાં ધકેલી દેશે.
શનિવારે સાંજે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ગેમ ઝોનમાં રમી રહેલા બાળકોએ કહ્યું કે અચાનક ત્યાંનો સ્ટાફ આવ્યો અને અમને કહ્યું કે આગ લાગી છે, તમે બહાર આવો, ત્યાર બાદ ત્યાંથી બધા બહાર દોડી આવ્યા હતા પરંતુ કેટલાક લોકો બહાર આવી શક્યા ન હતા. પહેલા માળેથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. જેથી ધીરે ધીરે નીકળવું પડ્યું અને વધારે લોકોના મોત નિપજ્યાં.
રાજકોટ ગેમ ઝોન અકસ્માત કેસમાં કલેકટરે જણાવ્યું હતું કે આગ વીજ કારણોસર લાગી હતી. જો કે હજુ સુધી મુખ્ય કારણ બહાર આવ્યું નથી. સૌથી મોટી વાત કે આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી એનઓસી મળી ન હતી. આ અંગે વધુ માહિતી વિભાગમાંથી જ મળશે. જે પણ દોષિત સાબિત થશે એમને કડડમાં કડક સજા ફટકારવામાં આવશે એવો પણ આદેશ આપવામાં આવ્યો છે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. માળખામાં દટાયેલા લોકો બહાર ન આવી શક્યા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે.