દેવાયતના વકીલના ખુલાસાથી અનેક શંકા-કુશંકા! FIR ખોટી હતી તો પછી ‘રાણો’ બિલાડીની જેમ ભાગ્યો કેમ? કેમેરામાં દેખાતો વ્યક્તિ કોણ છે?

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

છેલ્લા 12 દિવસથી  દેવાયત ખવડના મારામારીના કેસની ચર્ચા ચાલી રહી છે અને હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે. હાલ રાજ્યભરમા ચર્ચામા રહેલા રાજકોટના દેવાયત ખવડના મારામારી ઘટના મામલે બચાવપક્ષના વકીલે દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ નથી. તો પછી આટલા દિવસ સુધી દેવાયત ભાગતો કેમ ફરતો હતો અને જો એ નહોતો તો પછી આટલી ચર્ચા પછી એણે કેમ કોઈ ખુલાસો જ ન કર્યો કે આ હું નથી કે પછી આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી.

આ સાથે જ એક બીજો મોટો પ્રશ્ન એ પણ છે કે જ્યારે એ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો ત્યારે પણ મીડિયા સામે એણે એટલું જ કહ્યું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. જો એ વીડિયોમાં હતો જ નહીં તો એ ત્યારે પણ બોલી જ શકતો હતો કે હું છું જ નહીં. તેથી હવે લોકોને એવું લાગી રહ્યું છે કે આ બધો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે અને પોલીસથી બચવા માટે બધા કાવતરાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુનાવણીમાં શું થાય છે એ પણ હવે જોવાનું રહ્યું.

વકીલે કહ્યુ છે કે CCTVમાં માર મારનારનું મોઢું પણ સરખી રીતે દેખાઈ રહ્યુ નથી. આ આપસી દુશ્મનીનો મામલો છે. આ સાથે વકીલે કહ્યુ કે પોલીસે જે કલમ લગાવી છે તે પણ ખોટી છે. આ 307 હેઠળનો મામલો છે જ નહી. આગળ વાત કરતા વકીલે કહ્યુ કે જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે જ્યારે બીજી તરફ CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિનુ પણ મોઢું નથી દેખાતું. જે વ્યક્તિ ડંડા કે લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી.

 


Share this Article