ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે અલગ અલગ પાર્ટીમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, એવામાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના 2 મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. તેમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા આપ કાર્યાલય પહોંચ્યા હતા. તેથી સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં 2 મોટા નેતાઓનું આમ આદમી પાર્ટીએ ઓપરેશન કર્યું છે. હજુ ગઇકાલે જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ દિલ્હી હતા. તથા અરવિંદ કેજરીવાલ સાથે રાજ્યગુરુએ મીટિંગ કરી છે.
રાજકોટ કોંગ્રેસમાં ખળભળાટ થયો છે. એવામાં હવે વિધિવત રીતે આ નેતાઓ આપમાં જોડાયા છે. વસરામ સાગઠિયા વિરોધ પક્ષના પૂર્વ નેતા છે. તે પણ આપમાં જોડાઈ ગયા છે. વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તેમાં કોંગ્રેસના 2 મોટા નેતાઓ આપમાં જોડાયા છે. આજે વિધિવત રીતે બંને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઈન્દ્રનીલે કોંગ્રેસ સાથે છેડો ફાડતા અન આપમાં જોડાતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ખળભળાટ સર્જાયો છે.