ફરાર દેવાયત ખવડનો બીજો વીડિયો વાયરલ, પોલીસ ઈન્સપેક્ટરે ખુદ સ્ટેટસમાં રાખતા બધી ગોલમાલ છત્તી થઈ, લોકોમાં ભારે આક્રોશ

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

જ્યારથી દેવાયત ખવડનો એક હુમલો કરતો વીડિયો સામે આવ્યો ત્યારથી જ લોકોની વચ્ચે કલાકાર ભારે ચર્ચામાં છે. 6 દિવસ થઈ ગયા પણ હજુ એમની કોઈ ભાળ નથી અને ન તો પોલીસ એ મામલે સફળ થઈ છે. પરંતુ હવે જે વાત સામે આવી એ ખરેખર ચોંકાવનારી છે. કારણ કે ફરાર દેવાયત ખવડનો એક વીડિયો ફરી સામે આવ્યો છે. ફરાર દેવાયત ખવડે મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. દેવાયત ખવડે એક વીડિયો સંદેશના માધ્યમથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા જ ચારેકોર હાહાકાર મચી ગયો છે.

https://www.facebook.com/watch/?v=1556497068144608&t=21

જો કે આ વાત બધી ત્યાંથી બહાર આવી છે કે દેવાયતનો આ વીડિયો પીઆઇ કે.એ.વાળાએ પણ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં રાખ્યો હતો. નોંધનીય છે કે, કે.એ.વાળા પહેલાં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના દ્વારા વીડિયો પોસ્ટ કરાયા બાદ હવે લોકો કહી રહ્યા છે આ બધું ગોલમાલ છે. આ વીડિયો તમે અહીં જોઈ શકો છો. આ તરફ પીડિત મયુરસિંહ રાણાના પરિવારજનોએ પોલીસ પર પણ અઘરા આક્ષેપ લગાવ્યા છે. સાથે જ તેણે ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી 48 કલાકમાં ધરપકડ નહીં થાય તો આંદોલન પર ઉતરી જઈશું.

આ પહેલાં પણ સમાચાર સામે આવ્યા હતા કે દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાંથી પણ મળ્યા ન હતા. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી એવા પણ સમાચાર સામે આવ્યા છે. તો વળી દેવાયત ખવડને લઈ ચારેકોરથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક યુવાનાએ કડક કાર્યવાહીની માંગ સાથે આ વિરોધ નોંધાવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકાના અંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં જે યુવક પર ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો એ ઘટનાનો વિરોધ નોંધાવી ક્ષત્રિય સમાજના યુવાનોએ દેવયત ખવડની તસવીર સળગાવી વિરોધ કર્યો હતો અને કડક સજા આપવાની માગ કરી હતી. તો સાથે જ ધાંગ્રધામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગામ નહીં થાય એવી પણ ખાતરી આપી હતી. જો કોઈ તેને બૂક કરશે તો તેનો પ્રોગામ પણ થવા દેવામાં નહીં આવે એવી ચીમકી સાથે યુવાનો મેદાને ઉતર્યા હતા. હવે યુવાનોની એક જ માંગ છે કે તેને ઝડપી પકડી પાડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

 

 


Share this Article