જો કોઈએ આશરો આપ્યો તો ખેર નથી, બધા આરોપીની જેમ જ દેવાયત ખવડ સાથે પણ વર્તન થશે, પોલીસે ખવડને બરાબરનો ખખડાવ્યો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

દેવાયત રાજકોટમાં એક યુવક પર ધોળા દિવસે હુમલો કર્યો હતો અને બાદમા તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ છેલ્લા ઘણા દિવસોથી તેને શોધી રહી હતી, જે બાદ કાલે તેની ધરપકડ કરી લેવામા આવી છે. આ ઘટનામા હવે મામલે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. યુવાનોએ દેવયત ખવડની તસવીર સળગાવી વિરોધ કર્યો હતો. આ સાથે જ કડક સજા આપવાની માગ કરી હતી. આ મુદ્દે દેવાયત ખવડના સરેન્ડર બાદ રાજકોટ પોલીસ એક પત્રકાર પરિષદ યોજી વધારે માહિતી આપી હતી.

શહેરના એસીપી ભાર્ગવ પંડ્યાએ કહ્યુ હતુ કે સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા પર દેવાયત ખવડે હુમલો કર્યો હતો અને બાદમા તે ત્યાથી ફરાર થઈ ગયો હતો. હવે આજે દેવાયત ખવડે સરેન્ડર કર્યું છે. આ સિવાય ગુનામાં ઉપયોગમાં લેવાયેલ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર હજુ મળી નથી, તેની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના દરમિયાન દેવાયત ખવડ સાથે અન્ય બે વ્યક્તિઓ હતા જેની પણ શોધખોળ ચાલુ છે.

ઘટના અંગે કાર્યવાહી વિશે વાત કરતા તેમણે કહ્યુ કે દેવાયત ખવડને આશરો આપનાર સામે પણ પગલા લેવામાં આવશે. હવે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરી પોલીસ રીમાન્ડ લેવાશે અને ભલે દેવાયત ખવડ લોકસાહિત્યકાર હોય પણ આરોપીની જેમ જ તેની પણ ટ્રીટમેન્ડ કરાશે.


Share this Article