ડાયરેક્ટર જનરલ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ રાજકોટમાં ભાજપના ટોચના નેતા જયેન્દ્રસિંહ જાડેજાના ભાઈની આશાપુરા એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડા પાડીને અંદાજે 500 કરોડનું કૌભાંડ પકડી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં 155 કરોડની જીએસટીની ચોરી બહાર આવી છે અને આ કિસ્સામાં આશાપુરા એન્ટરપ્રાઇઝમાં પ્રોપરાઇટર તરીકે કામ કરતા અને માસ્ટર માઈન્ડ ગણાતા કમલેશ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ટેલિજન્સના અધિકારીઓએ દરોડા પાડ્યા ત્યારે એક રહેણાંકના મકાનમાં સિક્રેટ ઓફિસ બનાવી હતી અને તે ઓફિસમાંથી બોગસ બીલિંગ અને સ્ટોક નહીં હોવા છતાં માલની હેરફેરના દસ્તાવેજો બનાવવામાં આવતા હતા. એક રીતે જોવા જઈએ તો ગુનાહિત કાવતરા આ સિક્રેટ ઓફિસમાંથી કરવામાં આવતા હતા અને તે પણ કમલેશ નામના માસ્ટર માઈન્ડ દ્વારા કમ કરવામાં આવતા હતા. ઈન્ટેલિજન્સના અધિકારીઓને એવી પણ માહિતી મળી છે કે પેમેન્ટની રકમ જે આવતી હતી તેના માટે પણ અન્ય સિક્રેટ બેન્ક એકાઉન્ટ રાખવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટની ડીટેલ કોમ્પ્યુટરના એક સોફ્ટવેરની અંદર રાખવામાં આવી હતી, જે ઇન્ટેલિગેર્સના અધિકારીઓને મળી આવી છે.
ટોચના સૂત્રોએ જણાવ્યું કે અને એના મકાનમાં જે સિક્રેટ ઓફિસ બનાવી હતી અને કોમ્પ્યુટર પરથી જે ગુનાહિત કામગીરી કરવામાં આવતી હતી તેના આઇપી લોકેશન ઉપરથી આ સિક્રેટ ઓફિસ શોધી કાઢવામાં આવી હતી. અખાતી દેશોમાંથી હાઈ સ્પીડ ડીઝલના નામે બેઝ ઓઇલની આયાત કરીને રાજકોટ જામનગર કંડલા મુન્દ્રા ગાંધીધામ વિસ્તારમાં આવેલી મોટી મોટી ઇન્ડસ્ટ્રીને બેઝ ઓઇલ સપ્લાય કરવામાં આવતો હતો. કેટલાક કિસ્સાઓમાં બોગસ બીલિંગ અને ઓછી કિંમત દર્શાવીને જીએસટીની ચોરી કરવામાં આવતી હતી.
આ કિસ્સામાં હજુ તપાસ ચાલી રહી છે અને આશાપુરા એન્ટરપ્રાઇઝમાં કોણે કેટલા કરોડનું રોકાણ કર્યું અને જેની ધરપકડ થઈ છે તે માસ્ટર માઈન્ડ કમલેશ આવી કેટલી કંપનીઓના કામ કરી રહ્યો છે તેની તપાસ નજીકના દિવસોમાં જ બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એક્સાઇઝ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ રાજકોટની ધ્રુવી એન્ટરપ્રાઇઝના કરોડો રૂપિયાના કૌભાંડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, કોડીનાર, ભાવનગરમાં દરોડા પાડ્યા હતા.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
ત્યારબાદ એરફોર્સમેન્ટના અધિકારીઓએ પણ આ કેસમાં મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારે ડાયરેક્ટર જનરલ ગુડ સેન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ વધુ એક કૌભાંડ પકડી પાડ્યું છે અને તેમાં પણ કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.