કાતિલ ઠંડીની રાતમા ચોરીના પ્રમાણ વધી જતા હોય છે. પરંતુ એક એવી ચોરી સામે આવી છે, જેને જાેઈને દુકાનદાર પણ ચોંકી ગયા હતા. રાજકોટ નજીક કુવાવડામાં મધરાતે ત્રાટકેલા તસ્કરોએ એક ફરસાણની દુકાનમાંથી ગાંઠિયા અને લાડવાની ચોરી કરી હતી.
રાજકોટના કૂવાડવામાં ચોર ટોળકીએ ફરસાણની દુકાનનું શટર તોડીને ગાંઠિયા અને લાડવાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જી હા… શિયાળાની લાંબી રાતમાં સૌ કોઈ શાંતિથી ઘરમાં સૂતા હોય છે ત્યારે કૂવાડવા ગામમાં મધરાત્રે ચોર ટોળકી ત્રાટકી અને એક સાથે ત્રણ દુકાનોનાં તાળાં તોડ્યાં હતા. તેમાંથી એક દુકાન ફરસાણની પણ હતી. અને તેમાંથી લાડવા તેમજ ગાંઠિયાની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
ગાંઠિયા ચોર પડકારનો સામનો કરવા પથ્થરની થેલી ભરીને આવ્યા હતા. જેથી પકડાઈ જાય તો પત્થરથી હુમલો કરી શકે. ઉલ્લેખનીય છે કે, કુવાડવામાં એક જ રાતમાં દુધાત્રા પરિવારના મઢ અને ત્રણ દુકાનોના શટર તૂટ્યાં છે. ગાંઠિયા અને લાડવાની ચોરી કરનારા ચોર સીસીટીવીમાં પણ કેદ થયા છે.