રાજકોટના એક પેટ્રોલ પંપ પર ચોકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રૈયા રોડ પરના ન્યારા પેટ્રોલપંપ પર કાલે રાત્રે એક યુવક આવી પહોચ્યો અને પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. આ યુવાનનુ નામ મયૂર ભીખાભાઇ સોંદરવા હોવાનુ જાણવા મળ્યુ છે. આ જોતા જ પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોએ સતર્કતાથી તેનો જીવ બચાવ્યો હતો.
આ બાદ યુવાને જણાવ્યુ હતુ કે થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે તેને માર માર્યો હતો. આ આખી ઘટના પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમા જોઈ શકાય છે કે રાત્તે 10.51 વાગ્યે આ યુવાન જ્વલંવશીલ પદાર્થ સાથે અહી આવ્યો અને ઓફિસ પાસે પહોંચી શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો.
આ પછી તેણે માચીસ કાઢી અને દીવાસળી ચાંપવાની તૈયારીમા હતો પણ આ પહેલા જ પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવ્યા હતા. આ બાદ ઘટના અંગે પોલીસને જાણ કરવામા આવી અને તેની અટકાયત કરવામા આવી હતી.