ભાજપમાં જાઉ તો મારી માનું ધાવણ લાજે…ચૂંટણી ટાણે લલિત વસોયાએ ભાજપમાં જવા અંગે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જો હું કોંગ્રેસ છોડીશ તો….

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાધુ પારઘીએ કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. ત્યારે એ જ અરસામાં આજે એક બીજો વીડિયો વાયરલ થયો છે જે લલિત વસોયાનો છે અને એમાં એમણે એમ કહ્યું કે ભાજપમાં જાઉ તો મારી માનું ધાવણ લાજે…

ઉપલેટામાં બાપુના બાવલા ચોક ખાતે કોંગ્રેસની જનસભા યોજાઇ હતી. જેમાં ભાજપમાં જોડાવાની ચર્ચા અંગે લલિત વસોયાએ નિવેદન આપતાં જણાવ્યું કે, ભાજપના મિત્રોએ મારા નામનો ગ્લોબલ પ્રચાર કરાવ્યો. પણ હું કોંગ્રેસ નહીં છોડુ જે દિવસે છોડીશ ત્યારે ઘરમાં બેસી જઇશ પણ ભાજપ ભેગો તો નહીં જ જાવ. ત્યારે હવે આ વીડિયો પણ ભારે વાયરલ કરવામાં આવી રહ્યો છે. અહીં જુઓ આખો વીડિયો અને સાંભળો કે લલિતજી શું બોલ્યા હતા..

લલિત વસોયાએ વિગતે વાત કરી હતી કે ઘણા સમયથી મીડિયામાં ચાલતુ હતુ કે લલિત વસોયા ભાજપમાં જશે. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપના મિત્રો એ મારા નામનો ગ્લોબલ પ્રચાર કરાવ્યો પણ હું કોંગ્રેસ નહીં છોડુ જે દિવસે છોડીશ ત્યારે ઘરમાં બેસી જઇશ. આ સાથે કહ્યું કે, કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ આ હરામીઓ ભેગો નહીં જાવ તેવી ખાતરી આપું છું.


Share this Article