ધંધુકાના હત્યા કેસનો રોષ હજુ ઠર્યો નથી ત્યા રાજકોટના ભક્તિનગરમા આવી જ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના સીસીટિવીમા કેદ થઈ ગઈ છે જે હવે વાયરલ થઈ રહી છે. આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું કહીને 20થી 25 વિધર્મીઓના ટોળાંએ હુમલો બોલી દીધો.
મળતી માહિતી મુજબ આ પોસ્ટ સોશિયલ મીડિયામાંથી હટાવવામા આવી રહી ન હતી. આ બાદ ટોળું ઉશ્કેરાયું અને મારપીટ થઈ હતી. હવે આ મામલે પોલીસે તપાસ હાથધરી છે. આ પોસ્ટ ડિલીટ કરવાનું પણ કહેવામા આવી રહ્યુ હતુ અને હિન્દુ યુવકને ધમકી પણ આપવમાં આવી રહી હતી.
આ બાદ સમાધાનના નામે 25 કરતા વધુ લોકોએ પાંચ હિન્દુ યુવાનોને બોલાવી તેમના સાથે મારપીટ કરી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ પોસ્ટ્મા એક ધર્મનાં ભગવાનને અન્ય ધર્મના ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવામા આવ્યા હોવાના કારણે આ વિવાદ થયો હતો.