આધારકાર્ડના લોચાના કારણે કિર્તીદાનને મત દેવા જતા મતદાન મથકે રોક્યા, તો અંજારમાં રૂમ બંધ કરી મતદાન રોકીને સ્ટાફે પેટ પૂજા કરી

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ઘણા મોટા મોટા સેલેબ્રિટી પણ મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને લોકોને પ્રેરણા આપી રહ્યા છે. એવામાં કિર્તીદાનનો કિસ્સો સામે આવ્યો છે જેની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. ઘટના કંઈક એવી બની કે રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવવામાં આવ્યા હતા.

કારણ એવું હતું કે આધારકાર્ડની હાર્ડ કોપી સાથે નહોતી. કિર્તીદાનને મત આપતા અટકાવાવનો કિસ્સો હાલમાં ભારે ચર્ચાઈ રહ્યો છે. પછી ગાયક કલાકારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરને રજૂઆત કરાયા બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા. જો કે હવે આ મામલો થાળે પડી ગયો છે.

તો વળી આ તરફ અંજાર શહેર ખાતેના પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નંબર 14ના રૂમ નંબર 2માં પણ કંઈક અલગ માહોલ હતો. ત્યાં સખી મતદાન મથકનો મહિલા પોલિંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરશી આડી મૂકી મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી ગયા હતા. જેના કારણે મતદારોને કતારમાં રાહ જોવી પડી હતી. જો કે તંત્ર દ્વારા ગંભીર બેદરકારીના કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી. લોકોએ પણ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો.


Share this Article