આ ‘બેવફાઈ’ જનતાને નહીં પચે, લલિત વસોયાએ કોંગ્રેસના સ્ટેજ પરથી ભાજપ તરફી પ્રેમ બતાવ્યો, કહ્યું- ભાજપને મત આપજો…

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ સતત ગરમાઈ રહ્યુ છે. ચૂટણીની તારીખો પણ જાહેર કરી દેવામા આવી છે. દરેક પાર્ટીઓ જનતાને નવા નવા વચનો આપી રહી છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મિલાકાતે આવી રહ્યા છે અને જનતાને મળી રહ્યા છે. રાજકીય પાર્ટીઓના પ્રચાર વચ્ચે ધોરાજીમાંથી એક કોંગ્રેસ નેતાનુ નિવેદન સામે આવ્યુ છે જે ચર્ચાનો વિષય બન્યુ છે.


ધોરાજીમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાનો જાહેર મંચ પરથી ભાજપ પ્રેમ ઉમટી આવ્યો હતો. મળતી માહિતી મુજબ લલિત વસોયાએ જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટીને મત આપવાની વાત કરી છે. તેમણે લોકોને કહ્યુ કે, આપને મત આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત આપજો. હવે લલિત વસોયાનુ આ નિવેદન કોંગ્રેસ માટે ખતરો સાબીત થઈ શકે છે.

મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી નો લલિત વસોયાનો ભાજપ પ્રેમ સામે આવી રહ્યો છે. આ બાદ હવે કોંગેસના મચ પરથી વસોયાએ ભાજપ માટે પ્રચાર કર્યો છે. જોકે હજુ સુધી તેમણે આ મામલે અન્ય કઈ સ્પષ્ટતા કરી નથી.


Share this Article