રાજકોટમાં મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા શહેરમાં યુવાનોને રીતસર ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી અને પછી પેડલર બનવા તરફ ધકેલવાની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. રૈયાધાર અને જંગલેશ્વરને નશાના કારોબારનું એપી સેન્ટર બનાવી દીધું છે. અગાઉ ક્રિકેટરની માતાએ પોતાનો દીકરો ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી, જેમાં 8 પેડલરમાં મુખ્ય પેડલર તરીકે સુધાનું નામ આપ્યું હતું.
રાજકોટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં, એટલે કે રાજકોટના રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, જેમાં મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે સુધા ધામેલિયા નામની મહિલાનું નામ ખૂલ્યું છે. ત્યારે હવે રાજકોટ ડ્રગ પેડલર સુધા ધામેલીયાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ સુધા હાથમાં ગન સાથે નજરે પડી બેકગ્રાઉન્ડ માં ગંગુ બાઈ કાઠિયાવાડી નો ડાયલોગ રાખ્યો કિસી સે નહિ ડરને કા…. ન પુલીસ સે…. ન ગુંડો સે…. કિસી કે બાપ સે નહિ ડરને કા…