Rajkot News: રાજકોટના ઉપલેટામાં માણસને કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ઘરકંકાસથી કંટાળીને માતાએ એસિડ પીને આપઘાત કર્યો હતો. એટલું જ નહિ આ સાથે પોતાની 9 મહિનાની દીકરીને પણ માતાએ એસિડ પીવડાવ્યું હતું. આ ઘટનામાં સારવાર દરમિયાન માતાનું મોત નિપજ્યું છે. તમને જણાવી દઈએ કે 9 મહિનાની પુત્રી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં પતિએ પત્ની વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જોકે, કેમ આપઘાત કર્યો તે કારણ હજુ અકબંધ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસુમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. જોકે, સમગ્ર કિસ્સામાં આ માસુમનો શું વાંક હતો. પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે.
1860માં રજૂ કરવામાં આવ્યું હતું ભારતનું પ્રથમ બજેટ, જાણો બજેટ વિશે 10 રસપ્રદ વાતો
લગ્નની સિઝનમાં ખરીદીની સારી તક… સોનું અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો આજના નવીનતમ ભાવ
છેલ્લા કેટલાક સમયથી માતાપિતા લાગણીહીન બન્યા હોય તેવું લાગી રહ્યું છે. માતાપિતાના ઝગડાઓમાં માસુમોની જિંદગી હણાઈ રહી છે. ક્યાંક બાળકોને તરછોડી દેવાય છે, તો ક્યાંક બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાય છે. આવી ઘટનાઓ સભ્ય સમાજ પર અનેક આંગળીઓ ઉઠાવી રહી છે. પરંતું છતા માતાપિતા બાળકોની જિંદગી સાથે રમકડાની જેમ રમે છે. આ સમગ્ર ઘટનામાં 9 મહિનાની બાળકીનો શું વાંક હતો?