રાપર: હાલમાં કોવિડ 19 અંતર્ગત કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે ફ્રન્ટ લાઈન વર્કરને કોરોના સંક્રમિત અને ઓમિક્રોનના ભોગ ના બને તે માટે રાજ્યમાં નવ જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવામા આવે છે.
જેમાં સરકારી વિભાગોમા ફરજ બજાવતાં જુદાં જુદાં કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવામા આવી રહ્યો છે. જેમાં આજે રાપર ખાતે પોલીસ કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવામા આવી રહ્યો છે. જેમાં રાપર પોલીસમા પોલીસ કર્મચારીઓ 52, જીઆરડી 80, હોમગાર્ડ 29, ટીઆરબી 5, આડેસર પોલીસ 46, જીઆરડી 60, બાલાસર પોલીસ 21, જીઆરડી 29ને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે અર્બન હેલ્થ સેન્ટરના ડો. પૌલ તેમજ તાલુકા આરોગ્ય સુપરવાઇઝર રામજી ભાઈ પરમાર ફિમેલ હેલ્થ વર્કર વેણુ બેન વડવાઈ રાહુલ મસુરીયાએ વેક્સિનેશન આપવાની કામગીરી હાથ ધરી હતી. આજે યોજાયેલ વેક્સિનેશન અંગે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયાની સુચનાથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી. એન. ઝીઝુવાડીયા પીએસઆઇ જી જી જાડેજા મહેશ પટેલ બાબુભાઈ કારોત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે માહિતી આપતાં અર્બન હેલ્થ સેન્ટરના ડો પૌલ તેમજ સુપરવાઇઝર રામજી ભાઈ પરમારએ જણાવ્યું હતું કે રાપર તાલુકામાં ફ્રન્ટ લાઈન વર્કર તરીકે ફરજ બજાવતા તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવામા આવશે. જેથી કોરોના અને ઓમિક્રોનના સંક્રમિત ના થાય તે માટે આ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.