હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો અને એમાં ડાન્સ કરી રહેલા ગાંધીધામના 3 પોલીસ કર્મી ડાન્સ કરતા બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના પર એક્શન લેવામાં આવી હતી અને સસપેન્ડ કરવામાં આવ્યા હતા. હવે એ મામલે રવિના ટંડને પણ કોમેન્ટ કરી છે અને સજા માફ કરવાનું કહ્યું છે. પૂર્વ કચ્છના કારમાં સંગીતની મોજ લેતા પોલીસ કર્મીના સપોર્ટમાં હવે રવિના ટંડન આવી છે.

જ્યારે આ પોલીસ કર્મીને સસપેન્ટ કર્યા ત્યારે આ મુદ્દે દેશભરમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે જેમાં ગણતંત્ર દિનની ઉજવણીમાં જુના હિન્દી ગીત પર ડાન્સ કરી રહેલા એરફોર્સના જવાનોનો વિડીયો શેર કરી પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને પણ પોતાની વાત કરી છે. તેમણે ગાંધીધામના આ ત્રણ પોલીસ કર્મીની સજા માફ કરાય તેવી ટીપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર લાગણી વ્યક્ત કરી કચ્છના એ સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસ કર્મીઓની સજા પણ માફ કરવી જોઇએ તેવી ટીપ્પણી કરી છે.
જો વિગતે વાત કરીએ તો ગઇકાલે છત્તીસગઢના આઇપીએસ અને ટ્રાન્પોર્ટ કમિશ્નરદિપાંશુ કાબરાએ આ બાબતે કરેલી ટીપ્પણી બાદ બોલિવુડની પીઢ અભિનેત્રી રવિના ટંડને આજે ગણતંત્ર દિનની ઉજવણીની પૂર્વ તૈયારી બાદ જૂનાં હિન્દી ગીતોના બેન્ડ પર ડાન્સ કરતાં એરફોર્સ જવાનોની એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી જણાવ્યું હતું કે, તેમને જવા દ્યો, તે પણ માણસ છે, જવાનો છે. ઈચ્છું છું કે કચ્છમાં સસ્પેન્ડ થયેલાં જવાનોને ફરી તેવું નહીં કરવાની સૂચના આપી જવા દેવાય.