જામનગરમા ભાજપના યુવા ચહેરા તરીકે રિવાબાનુ નામ લેવાઈ રહ્યુ છે. ચૂટણી બાદ ધારાસભ્ય બનેલા રિવાબા જાડેજા હાલ ફરી એકવાર ચર્ચામા છે. આ વખતે રિવાબા કોન્ટ્રાકટરો સામે આકરા પાણીએ જોવા મળ્યા હતા. આ વિશે વિગતે વાત કરીએ તો શહેરમાં રોડનાં કામ ચેક કરવા રિવાબા નીકળ્યા હતા. આ દરમિયાન ગોકુલ નગર વિસ્તારનાં મથુરા નગરમાં ચાલતા સી.સી. રોડનું કામ નબળુ નજરે પડ્યુ. આ અંગે વિસ્તારનાં લોકોએ તેમને જાણ પણ કરી હોવાનુ સામે આવ્યુ છે.
રિવાબા કોન્ટ્રાકટરો સામે આકરા પાણીએ
આ માહિતી મળતા રિવાબા જાડેજા મહાનગરપાલિકાનાં અધિકારીઓને સાથે રાખી સી. સી. રોડનાં કામકાજ અંગે નજર કરવા પહોંચી ગયા.
સ્થાનિક લોકો ધારાસભ્યના વખાણ કર્યા
કોન્ટ્રાકટરોએ જે કામ બંધ કરાવી દીધુ હતું તે તરત ચાલુ કરવા અધિકારીઓને સૂચના આપી અને કામ યોગ્ય રીતે થશે તે અંગેની કોન્ટ્રાકટર પાસેથી ખાતરી લીધી હતી. રિવાબાની આ કામગીરી બદલ સ્થાનિક લોકો ધારાસભ્યના વખાણ કરી રહ્યા છે.
રિવાબા મહાનગરપાલિકાનાં અધિકારીઓને સાથે પહોંચ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જામનગર ઉત્તર બેઠક માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા જીતી ગયા હતા. તેમણે તેમના નજીકના હરીફ અને આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર કરશનભાઈ કરમુરને હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રીવાબાને 77,630 વોટ મળ્યા, જ્યારે AAPના કરમુરને 31,671 વોટ મળ્યા. કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા 22,180 મતો સાથે ત્રીજા ક્રમે છે.
ખુબ જ નસીબદાર મહિલાના હાથ પર હોય છે આવા શુભ નિશાન, આખું જીવન મહારાણીની જેમ એશો આરામ સાથે જીવે
અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, તાપમાનનો પારો સીધો આટલી ડીગ્રી સુધી પહોંચશે
જામનગર ઉત્તર બેઠક પર રસપ્રદ મુકાબલો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજાએ તેમની પત્ની માટે પ્રચાર કર્યો હતો, જ્યારે તેમની બહેન નયનાબા જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો અને એમના સસરાએ પણ અલગ અલગ આરોપો નાખ્યા હતા. જો કે એની કોઈ અસર ન થઈ અને આખરે રીવાબા જીતી ગયા છે. ગુજરાતમાં આ વખતે ભાજપે સાતમી વખત જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે.