બનાસકાંઠાના ડીસા તાલુકામાં ચકચાર મચવનારી ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી. ડીસા તાલુકામાં ચાલતી ગાડી આગળ રોડ પર આડ્સ મૂકી કારની લૂંટ કરનાર ત્રણ ઈસમોને ડીસા પોલીસે ગણતરીના કલાકોમાં પકડી આગડની કાર્યવાહી હાથ ધરી છે. આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી મંદિર પાસે અજાણ્યા ઇસમોએ મોટર સાઇકલથી આડશ કરી સ્વીફ્ટ કાર રોકાવી ડ્રાઇવરને સ્વીફ્ટ કારમાંથી નીચે ઉતારી સ્વીફટ કાર નંબર : GJ-01-RL-1669, કિં.રૂા. ૩,૦૦,૦૦૦/- ની લૂંટ કરી નાસી ગયેલા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપીઓ :
-ગોવિંદસિંહ બતુસિંહ જાતે.વાઘેલા ઉ.વ.૩૨
-કમલેશ ઉર્ફે કમલ બાબુલાલ મલારામ
-મુકેશકુમાર ઉ.વ.૨૦
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સાથે મળી લૂંટનો ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપીને પ્રસંશનીય કામગીરી કરી.