પાલનપુર: બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે દિયોદર તાલુકાની સણાવ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
સણાવ ગામના નવ જેટલાં વ્યક્તિઓ દ્વારા ગૌચરની જમીનમાં ખેતી લાયક દબાણ કરવામાં આવ્યું હતુ. ખેતી લાયક દબાણ કરી ગૌચરની જમીનમાં ખેતી કરવામાં આવતી હતી.
તે દબાણ સણવા ગ્રામ પંચાયત દ્વારા હટાવવામાં આવ્યું છે.
સણાવ ગામમાં ચાવડા મસાજી ભુરાજી, કોળજી અરજણજી ભેમાજી, કોળી લીલાજી સવસીજી, કોળી જોરાજી કટાજી, ઠકોર ચંપાબેન અમથુજી, કોળી ભલાજી વિરમજી, કોળી જોરાજી ધરમશીજી, કોળી બળવંતજી રાયચંદજી અને કોળી પોપટજી વિરમજીએ સર્વે નં. ૨૯૨, ૩૪૨, ૧૧૩ અને ૩૪૨ ની ગૌચર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતુ.