Gujarat News: મોંઘવારીએ માઝા મૂકી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દિવાળી પહેલાથી જ ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલના ભાવોની સીધી અસર લોકોના બજેટને થાય છે. કારણ કે ગૃહિણીઓ માટે તેલ એ સૌથી વધારે વપરાશમાં લેવાતી રસોડાની વસ્તુ છે.
દિવાળી બાદ તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા હતી, પરંતું કમોસમી વરસાદ તેમાં વિલન બન્યો છે. કમોસમી વરસાદને કારણે તેલના ભાવ ઘટવાને બદલી વધી રહ્યાં છે. આજે રાજકોટમાં ખૂલજા બજારે સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
હવે નવા ભાવની વાત કરીએ તો સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 રૂપિયા પર પહોંચી ગયો છે. તો કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 1610થી 1660 રૂપિયા પહોંચ્યો છે. સૌરાષ્ટ્રભરમાં પડેલા માવઠાને કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા છે. માવઠાના કારણે સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં માવઠું પડતા ખેત પેદાશ પર અસર જોવા મળી છે. વરસાદની સીધી અસર મગફળીના પાક પર થાય છે. જેને કારણે તેલના ભાવો પર વધઘટ થતી રહે છે.
સીમા હૈદરની સાચી ઉંમર કેટલી છે? પહેલી વખત ગર્ભવતી ક્યારે થઈ? હવે થયા મોટા મોટા ખુલાસાઓ
જો આ છેલ્લા 2 દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બેફામ વરસાદ થયો છે. જેની અસર સિંગતેલના ભાવો પર પડી છે. આ કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા છે. સિંગતેલના ડબ્બે રૂ. 20નો વધારો કરાયો છે. ત્યારે ફરીથી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ગઈ છે અને લોકોના બજેટ ખોરવાયા છે.